અંબર ગાજેને મેઘાડંબર ગાજે (ગીત)


કોટે મોર ટહુક્યા વાદળ ચમકી વીજ, મારા વા’લાને સોરઠ સાંભર્યો, જો ને આવી અષાઢી બીજ.

અંબર ગાજે ને, મેઘાડંબર ગાજે

અષાઢી સાંજનાં અંબર ગાજે

અંબર ગાજે ને, મેઘાડંબર ગાજે

અષાઢી સાંજનાં અંબર ગાજે

માતેલા મોરલાના ટૌકા બોલે

માતેલા મોરલાના ટૌકા બોલે

ટૌકા બોલે ને, ધીરી ઢેલડ ડોલે

અષાઢી સાંજનાં અંબર ગાજે

ગરવા ગોવાળિયાના પાવા વાગે

ગરવા ગોવાળિયાના પાવા વાગે

પાવા વાગેને, સૂતી ગોપી જાગે

અષાઢી સાંજનાં અંબર ગાજે

વીરાની વાડીઓમાં અમૃત રેલે

વીરાની વાડીઓમાં અમૃત રેલે

અમૃત રેલેને, ભાભી ઝરમર ઝીલે

અષાઢી સાંજનાં અંબર ગાજે

ભાભીની રાતીચોળ ચૂંદડ

ભીંજે ભાભીની રાતીચોળ ચૂંદડ

ભીંજે ચૂંદડ ભીંજેને, ખોળે બેટો રીઝે

અષાઢી સાંજનાં અંબર ગાજે

અષાઢી સાંજનાં અંબર ગાજે

અંબર ગાજે, મેઘાડંબર ગાજે!

અષાઢી સાંજનાં અંબર ગાજે

અષાઢી સાંજનાં અંબર ગાજે

ઝવેરચંદ મેઘાણી