બાપા કાગડો | Bapa Kagdo | Gijubhai Badheka Ni Balvarta | Gujarati Varta | Story in Gujarati

એક ગામમાં એક શેઠ રહેતા હતા તેણે કરિયાણાની નાની દુકાન હતી આ શેઠ આખો દિવસ
દુકાનમાં બેસી વસ્તુ વેચીને વેપારનો હિસાબ એક ચોપડામાં લખે શેઠને એક નાનો દીકરો હતો
તે દુકાને આવીને રમે દુકાનની સામે ઝાડ ઉપર કાગડો બેસીને ટાં કા કર્યા કરતો નાનો બાળક
એના પિતાજીને કહ્યા કરે બાપા જુઓ કાગડો શેઠ ચોપડામાં માથું નાખી કામ કરતા જાય અને
દીકરાને જવાબ આપતા જાય હા બેટા કાગડો આવું વારંવાર થાય એમાં શેઠ ભૂલથી
ચોપડામાં લખી રાખે બાપા જોવો આ કાગડો હા બેટા કાગડો ઘણા વર્ષો પછી પછી શેઠ ઘરડા થઈ
ગયા અને એનો દીકરો યુવાન થઈ ગયો એટલે દીકરાએ દુકાન
સંભાળી હરડો બાપ કોઈવાર દુકાને આવીને બેસે અને દીકરા સાથે વાત કરવા લાગે દીકરાને
કામમાં ખલેલ પહોંચે એટલે બાપાને ધમકાવે અને મૂગા બેસી રહેવાનું કહે ઘણીવાર તો
બાપા નું અપમાન પણ કરી લે એકવાર હરડા શેઠે દુઃખી થઈને દીકરાને કંઈક સમજાવવાનું
વિચાર્યું એણે વર્ષો જૂનો હિસાબનો ચોપડો દીકરા પાસે મૂક્યો દીકરાએ આ ચોપડો વાંચ્યો
તેમાં લખ્યું હતું બાપા જુઓ આ કાગડો હા બેટા કાગડો આ વાંચીને દીકરાને એના નાનપણની
વાત યાદ આવી અને થયું તો પોતે સતત રમ્યા કરતો અને આવું બોલ્યા કરતો ત્યારે એના
પપ્પા જરાય અકળ્યા વગર એને જવાબ પણ આપતા અને એમનાથી ભૂલથી આવું લખાઈ ગયું હતું
દીકરાને તો ખૂબ જ પસ્તાવો થયો કે જ્યારે પોતે નાનો હતો ત્યારે જરાય અકડાયા વગર
બાપા એને આવા લાડ લડાવતા પણ જ્યારે પોતે ઘરડા થઈ ગયેલા તો બાપાનું અપમાન કરે છે
અને એમને વાત જ નથી કરવા દેતો પછી તો દીકરો બાપાનું ક્યારેય અપમાન ન કરતો અને
એમની સાથે વાતો કરીને એમને આનંદમાં રાખતો