Chakki Ben Chaki Ben Mari Sathe Ramva | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | ચકીબેન ચકીબેન |

ચકીબેન ચકીબેન મારી સાથે રમવા, આવશો કે નહીં
બેસવાને પાટલો, સૂવાને ખાટલો
ઓઢવાને પીંછા,આપીશ તને
ચકીબેન ચકીબેન મારી સાથે રમવા, આવશો કે નહીં
પહેરવાને સાડી મોરપીંછાવાળી
ઘમ્મરીયો ઘાઘરો, આપીશ તને
ચકીબેન ચકીબેન મારી સાથે રમવા, આવશો કે નહીં
ચક ચક કરજો, ચીં ચીં કરજો
ચણવાને દાણા, આપીશ તને
ચકીબેન ચકીબેન મારી સાથે રમવા, આવશો કે નહીં
બા નહીં વઢશે, બાપુ નહીં વઢશે
નાનો બાબો, તને ઝાલશે નહીં
ચકીબેન ચકીબેન મારી સાથે રમવા, આવશો કે નહીં
નાનું નાનકડું ઉડે પતંગિયું
વન વગડામાં ઊડતું પતંગિયું
પરીયોના દેશમાં જાતું પતંગિયું
નાનું નાનકડું ઉડે પતંગિયું
લાલ પીળુને ધોળું પતંગિયું
બાગ બગીચે ફરતુ પતંગિયું
ફુલદાની ફોરમ લેતું પતંગિયું
નાનું નાનકડું ઉડે પતંગિયું
પર્વતની ટોચે પહોંચે પતંગિયું
ઉંચે રે આભમાં ઉડતું પતંગિયું
મીઠાં તે ગીતડાં ગાતું પતંગિયું
પવનને પ્રણામ કરતુ પતંગિયું
આવજો કહીને ઉડતું પતંગિયું
નાનું નાનકડું ઉડે પતંગિયું
વન વગડામાં ઊડતું પતંગિયું
પરીયોના દેશમાં જાતું પતંગિયું
નાનું નાનકડું ઉડે પતંગિયું
પેલા મોરલા ને કહો
રમવા મારી જોડે આવે
પેલા મોરલા ને કહો
રમવા મારી જોડે આવે
સુંદર મજાની આંખો એની માથે કલગી રૂપાળી
પેલા મોરલા ને કહો
એ તો કળા કરીને નાચે
આભે ચમકે વિજલડી ને મેઘા ડમ્મર ગાજે
પેલા મોરલા ને કહો