દીકરો - ઝવેરચંદ મેઘાણી | Dikro - Jhaverchand Meghani | Gujarati Audiobook | @StoriesWithKL

[સંગીત]
આપા દેવાત આ તમસારું થઈને હોકાની બજરનું પડતલું આણ્યું છે ભારી મીઠી બજર હાથ પડી
તે મનમાં થયું કે આ બજરનો ધુવાડો તો આપા દેવાતની ઘૂંટમાં જ શોભે એમ કહીને
ભરડાયરામાં એક કાઠી આવી વચ્ચોવચ બેઠેલે પડછંદ પુરુષની સામે તમાકુનું પડતલું ધરે છે
અને જાણે કોઈ ખંડિયાની પાસે નજરાણું લેતો હોય તેવો એ પુરુષ જરાક ડોકી હલાવે છે એની
સોનાના વેઢ વાળી આંગળીઓ દાઢીના કાતરા ઉપર રમે છે ત્યાં તો બીજો કાઠી ઊભો થાય છે આપા
દેવા આ નવો નકર હોકો હું ગંગાજમની તાર મઢાવીને ખાસ તમસાટું જ લાવેલ છું સારો રાસ
તો ઠેકાણે જ શોભે ને બા થોડુંક મોઢુ મલકાવીને આપો દેવાત હોકાની ભેટ સ્વીકારે
છે ને આ ઉનની દળી એમ કહેતા ત્રીજા ભાઈ આગળ આવે છે આપા દેવાત તમારી ઘોડીની માથે આ
મશરૂ જેવી થઈ પડશે ઘોડીનું ડીલ નહીં સોલાય ખાસ બનાવીને આણી છે હો ચલાળા ગામના ચોરા ઉપર
દરબાર ઓઘડવાળાના આઈને કારજે કાઠી ડાયરો એકઠો મળેલ છે ત્યાં તમામ કાઠીઓની મીટ ફક્ત
ગુંદાળાના ગળઢેરા દેવાંત વાંકને માથે જ ઠરી ગઈ છે દેવાતને જ રીઝવવા સારું સહુ મથે
છે દેવાયતની આંખ કરડી થાય એ વાતનો તમામને ફફડાટ છે દેવાત વાંક જેનો દુશ્મન બને
તેનું ગામડું ત્રણ દિવસમાં ટીંબો બને આઘેની એક થાંભલીને થડ ડિલ ટેકવીને એક
આધેડ અવસ્થાનો મર્દ બેઠેલો છે પછેડીની પલાઠ ભીડી છે એની મૂછો ફરકી રહી છે એના
હોઠ મરક મરક થાય છે પડખે પેઠેલા કાઠીને એ હળવે સાદે પૂછે છે કાંઠીઓમાં કઢી
ચટ્ટાપણું ક્યારથી પેઠું ભાઈ જેની આટલી બધી ભાટાઈ કરવી પડે છે એવો માંધાતા કોણ છે
આ દેવાત વાંક ચૂપ ભાઈ ચૂપ આપા લાખા તું હજી છોકરું છો તારું લાખા પાદર હજી
દેવાતના ઘોડાના ડાબલા હેઠ પડ્યું નથી લાગતું નિકર તુંય આપા દેવાતને તારી તળીની
કેરીઓ દેવા દોડ્યો જાત હું મારા આંબાની કેરીયું હું દેવાતને ડરથી દેવા જાવ ના ના
એથી તો ભલું કે સુડા પોપટ ને કાગડા મારા ફળને ઢોલે કાઠીના દીકરા તો સહુ સરખા કોણ
રાંક ને કોણ રાણા આવી રજવાડી ભાટાઈ મારાથી તો ખમાતી નથી બોલનાર પુરુષોનો અવાજ ઊંચો
થયો એના બોલ ડાયરાને કાને પડ્યા અને વચ્ચોવચ બેઠેલ વિકરાળ કાંઠી દેવાત આંખનું
કાંધ એ વાતો કરનાર તરફ કરડું થયું ધગેલ ત્રાંબા જેવી રાતી આંખ ઠેરવીને એને
પૂછ્યું એ કોણ મુછાળો છાંદા કરે છે ત્યાં બેઠો બેઠો ઉઘાડું બોલોને બાપા આપા દેવાત
વાંક આદમીએ થડકિયા વિના જવાબ દીધો એ તો હું લાખો વાળો છું ને ભણું છું કે કાઠીના
દીકરા તો સૌ સરખા છતાં કાઠી ઉઠીને રજવાડી ભાટાઈ કરવા બેસી જાય એથી તો આ બાપા
દેવાતને પણ દુઃખ થવું જોવે હરખાવું નો જોવે આપા લાખાવાળા ત્યાં તો હવે લાખા પાદર
ફરતા ગઢ બંધાવજે બા તું તારે ચડી આવજે આપા દેવાત હું નાની ગામડીનો ધણી ગઢ તો શું
ચણાવું પણ પાણીનો કળશિયો ભરીને ઊભો રહીશ આપા દેવાતને શોભતી મહેમાનગતિ કરીશ લે
ત્યારે લાખાવાળા એમ બોલીને દેવાત વાંકે પોતાની અંજળીમાં કસુંબો લીધો હતો તે ધરતી
પર ઢોળી નાખ્યો ને કહ્યું લાખા પાદરને માથે જો હું મીઠાના
હળ હંકું તો તો ગુંદાળાનો દેવાત વાઘ જાણજે નિકર હા હા હા ગજબ કરો માં બા એમ કરતો આખો
ડાયરો આડો પડ્યો ઘરડિયા કાંઠીઓએ દેવાતના પગ જાલીને કહ્યું આપા લાખો વાળો તો બાળક
છે એને બોલ્યાનું ભાન નથી તમારે સમદરપેટ રાખવું જોવે ના ના આપા દેવાત મારું નોતરું
ફરજ જાણજે હો કે એમ કહીને લાખો વાળો તલવાર ભાલો લઈને ઉઠી ગયો ઘોડીએ પલાણીને નીકળ્યો
કહેતો ગયો કાંઠી તો સંધાય સંભવ્યા કાંઠીમાં ઊંચી ન હોય પણ તમે સહુએ બીબી ને
દેવાત જેવા એક મોટા લુટારાની ખુશામત માંડી છે મારે તો દેવાતને કે દલ્લીના ધણીને
નજરાણા દેવાનો મોખ નથી બાંધેલીની તલવાર અને ગાવ વાળે એ અર્જણ એમાં ભેદભાવ ન હોય