Kasumbi No Rang - Alap Desai | Popular Gujarati Song Written by Jhaverchand Meghani

કસુંબીનો રંગ...
કસુંબીનો રંગ...
કસુંબીનો રંગ...
કસુંબીનો રંગ...
ઓ જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા...
પીધો કસુંબીનો રંગ...
એ પીધો કસુંબીનો રંગ...
હો ઓ જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા...
પીધો કસુંબીનો રંગ...
પીધો કસુંબીનો રંગ...
એ ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ...
પામ્યો કસુંબીનો રંગ...
રાજ, મને લાગ્યો...
રાજ, મને લાગ્યો
રાજ, મને લાગ્યો
કસુંબીનો રંગ...
ઓ રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ...
એ બહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાં...
ઘોળ્યો કસુંબીનો રંગ...
ઘોળ્યો કસુંબીનો રંગ...
ઓ ઓ બહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાં...
ઘોળ્યો કસુંબીનો રંગ...
એ ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ...
ચોળ્યો કસુંબીનો રંગ...
રાજ, મને લાગ્યો
ઓ રાજ, મને લાગ્યો...
ઓ રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ...
ઓ રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ...
દુનિયાના વીરોનાં લીલા બલિદાનોમાં...
ભભક્યો કસુંબીનો રંગ...
ભભક્યો કસુંબીનો રંગ...
હો દુનિયાના વીરોનાં લીલા બલિદાનોમાં...
ભભક્યો કસુંબીનો રંગ...
હે સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં...
મહેક્યો કસુંબીનો રંગ...
ઓ રાજ, મને લાગ્યો...
હો રાજ, મને લાગ્યો...
હો રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ...
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ...