Varta Re Varta || Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | વાર્તા રે વાર્તા |
Log in
YouTube
by
ModanK
વારતા રે વારતા
ભાભો ઢોર ચારતા
ચપટી બોર લાવતા
છોકરાં સમજાવતા
એક છોકરો રિસાયો
કોઠી પાછળ સંતાયો
એક છોકરો રિસાયો
કોઠી પાછળ સંતાયો
કોઠી પડી આડી, છોકરાએ ચીસ પાડી
અરરર… માડી
વારતા રે વારતા
ભાભો ઢોર ચારતા
ચપટી બોર લાવતા
છોકરાં સમજાવતા
એક છોકરો રિસાયો
કોઠી પાછળ સંતાયો
એક છોકરો રિસાયો
કોઠી પાછળ સંતાયો
કોઠી પડી આડી, છોકરાએ ચીસ પાડી
અરરર… માડી
ફુગ્ગા રે ભાઈ ફુગ્ગા, લઈ લો છોકરા ફુગ્ગા
ફુગ્ગાવાળો આવ્યો મજાના ફુગ્ગા લાવ્યો
લાલ પીળાને ધોળા, કાળા પીળાને વાદળી
હવા ભરતા મોટા થાય, ફટાક કરતા ફૂટી જાય
ભઈલું ભાઈ તો રડી જાય
ફુગ્ગા રે ભાઈ ફુગ્ગા, લઈ લો છોકરા ફુગ્ગા ફુગ્ગા રે ભાઈ ફુગ્ગા
દાદા રે દાદા
હાથમાં રાખે લાકડી દાદાની ચાલ ફાંકડી
સુવા દાદાને ખાટલી નીચે દવાની બાટલી
દાદાની મૂછો વાંકડી ખાતા દાદા કાકડી
દાદાને માથે પાઘડી પગમાં પહેરે મોજડી
દાદા રે દાદા વ્હાલા મારા દાદા
દાદા રે દાદા વ્હાલા વ્હાલા દાદા
આંગણામાં ઊભો બાવો જોવાનો લઈ લો લાવો
દાઢી જટાને કેશ લાંબા લુગડા પહેર્યા છે ભગવા
કપાળે ચાંદલો મોટો બાવો વાળે લંગોટો
આંગણામાં ઊભો બાવો જોવાનો લઈ લો લાવો
પગમાં પહેરે પાવડી ગળામાં માળા આવળી
હાથમાં રાખે તુંબડી બાવાને રહેવા ઝૂંપડી